સાધના
કોઇપણ કલામાં આગળ વધવા માટે જો આપણે સાધક બનીને એની ઉપાસના નથી કરી શકતા તો એ કલામાંથી ભલે આપણે આર્થિક ઉપાર્જન મેળવીએ પણ મનની શાંતિ કે સહજ રીતે પ્રગટતો નિજાનંદ પ્રાપ્ત નહીં કરી શકીએ. મારે મન સાધક બનવું એટલે આંખો બંધ કરીને એક જગ્યાએ સ્થિર બેસી રહેવું કે હાથમાં માળા લઈને કોઈ મંત્રનો જાપ કર્યા કરવો એ જ માત્ર નહીં પણ જે કલાની ઉપાસના કરવાનું નક્કી કર્યું છે એનું જ સતત ચિંતન, એનું જ વાંચન ને એનો જ સતત અભ્યાસ ( પ્રેક્ટિસ - રિયાઝ) કરતા રહેવું એ છે. જે કલામાં સાધના કરી રહ્યા છીએ એમાંથી ઝટ આર્થિક લાભ મળવો જ જોઈએ, આપણી કલાને લોકોએ વખાણવી જ જોઈએ, એ ક્ષેત્રમાં નામના મળવી જ જોઈએ જેવી અપેક્ષા રાખીને જ જો તમે કોઈ કલાની સાધના કરતા હશો તો શકય છે કે તમને નિષ્ફળતા મળે ને તમે હતાશ થઈને એ સાધનાપથ છોડી દો એવું બની શકે. પરંતું કોઈ આપણી નિંદા કરે છે કે પ્રશંસા એ બાબત પર ધ્યાન આપવાને બદલે જો તમે તમારી સાધના અવિરત ચાલું રાખશો, એમાં આગળ વધવા જરૂરી માર્ગદર્શન લેતાં રહેશો, એ પ્રમાણે પોતાના કાર્યને વધું બહેતર બનાવવા સતત પ્રયાસ કરતાં રહેશો તો તમારી એ સાધના અનેક લોકો માટે પ્રેરણસ્રોત બની જશે, ...